નવી દિલ્હી : નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) સંસદના બંને ગૃહોમાંથી પસાર થઈ ગયું છે. નાગરિકતા સંશોધન બિલને સંસદમાં મંજૂરી મળવાને કારણે દેશના અનેક હિસ્સાઓમાં અવૈદ્ય રીતે રહેતા નાગરિકોને કોઈ પ્રમાણપત્ર ન હોવા છતાં નાગરિકતા મેળવવાનું સરળ થઈ જશે. ભારતના નાગરિક થવાની પાત્રતાની સમયસીમા 31 ડિસેમ્બર, 2014 હશે. આનો મતલબ થાય છે કે આ તારીખ સુધી ભારતમાં પ્રવેશ કરનારા નાગરિક ભારતીય નાગરિકતા મેળવવા માટેની અરજી કરી શકશે. જોકે કોંગ્રેસ સહિત અનેક વિપક્ષોએ આ બિલનો વિરોધ કર્યો છે. આ બિલ વિશે અનેક સવાલ થઈ રહ્યા છે. જોકે એની સાથે સંકળાયેલા ખાસ સવાલો નીચે પ્રમાણે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CABના વિરોધમાં IPS અધિકારીનું રાજીનામું, ટ્વિટર પર કરી આકરી દલીલ


1. આ બિલને Amendment Bill એટલે કે સંશોધન બિલ કેમ કહેવામાં આવે છે?
જવાબ : આ મુદ્દા પર પહેલાંથી કાયદો છે. સરકાર એમાં સંશોધન કરી રહી છે. પહેલીવાર 1955માં આ કાયદો બન્યો હતો અને અત્યાર સુધી એમાં 8 વાર સંશોધન કરવામાં આવ્યું છે. 


2. નાગરિકતા સંશોધન બિલમાં શું છે?
જવાબ : આ બિલમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા દેવાનું પ્રાવધાન છે. જે શરણાર્થી 31 ડિસેમ્બર, 2014 પહેલાં ભારત આવ્યા છે તેમને નાગરિકતા મળી જશે. 


3. બિન મુસ્લિમ લઘુમતિ શરણાર્થીઓમાં કોનો સમાવેશ થાય છે?
જવાબ : આમાં હિંદુ, શિખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઇસાઇ સમુદાયના લોકો આવશે.


4. શું આનો ફાયદો માત્ર શરણાર્થીઓને થશે?
જવાબ : આનો ફાયદો શરણાર્થીઓને તો થશે પણ સાથેસાથે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનામાં રહેતા ભારતીય મૂળના લોકો પણ લાભાર્થી થઈ શકે છે. જે લોકો પર ધાર્મિક આધાર પર અત્યાચાર થાય છે તેમને પણ આનો લાભ મળશે. 


5. કેમ થઈ રહ્યો છે બિલનો વિરોધ?
જવાબ : વિપક્ષની દલીલ છે કે ધર્મના આધારે નાગરિકતા ન મળવી જોઈએ, આ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે. 


નાગરિકતા સંશોધન બિલનો આસામમાં સૌથી વધારે કેમ થઈ રહ્યો છે વિરોધ? વાંચી લો માત્ર 3 મિનિટમાં


નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019)  રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. રાજ્યસભા (Rajya Sabha) માં આ બિલના પક્ષમાં 125 મત અને વિપક્ષમાં 105 મત પડ્યાં. આ અગાઉ ચર્ચા દરમિયાન કેટલાક સાંસદોએ આ બિલને સિલેક્ટ સમિતિને મોકલવાની માગણી કરી હતી. આ માટે મતદાન પણ કરાવવામાં આવ્યું હતું. સિલેક્ટ સમિતિમાં મોકલવાના પક્ષમાં 99 અને ન મોકલવા વિરુદ્ધ 124 મત પડ્યા હતાં. આ પ્રસ્તાવ ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રાયન લઈને આવ્યાં હતાં. જે પડી ગયો હતો. શિવસેના વોટિંગ પ્રક્રિયામાં સામેલ થઈ નહતી. રાજ્યસભામાં બિલમાં સંશોધન માટે 14 પ્રસ્તાવ આપવામાં આવ્યાં હતાં. લોકસભામાં આ બિલ સોમવારે પાસ થઈ ગયું છે. બુધવારે રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ બિલ પાસ થતા ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે આજનો દિવસ દેશ માટે ઐતિહાસિક દિવસ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube